અરવલ્લીમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી રોશનીથી ઝગમગી ઉઠ્યું - Shamlaji temple and temple premises decorated with lights
અરવલ્લી: અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જતા દિવાળીના તહેવારમાં લોકો પોતાનું ઘર દિવડાઓથી સજાવે છે. દિવાળીમાં દરેક ઘરનાં આંગણાં દીવડાથી ઝગમગે છે, ત્યારે દિવાળીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર અને મંદિર પરિસર પણ ઝળહળી ઉઠ્યુ હતું. જેમાં મંદિરને લાઇટોની રોશનીથી શણગારવામાં આવતા નયનરમ્ય દ્વશ્યો સર્જાયા હતાં.