ભરૂચ: મનુબર ગામ નજીક નર્મદા નિગમની કેનાલમાં લીકેજ, ખેડૂતોના ઉભા પાકને નુકસાન - Bharuch samachar
ભરૂચઃ તાલુકાના મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની સબ માઈનોર કેનાલમાં લીકેજથી દોડધામ મચી ગઇ હતી. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું. મનુબર ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની સબ માઈનોર કેનાલ જર્જરિત બની છે. કેનાલમાં પાણી આવતા તે ઓવરફલો સાથે ભંગાણ સર્જાયું હતું. જેના કારણે કેનાલનું પાણી નજીકમાં આવેલ ખેતરોમાં ફરી વળ્યું હતું. જેનાથી ખેડૂતોનાં ઉભા પાકને નુકસાન પહોચ્યું હતું.