અમરેલીના સાજીયાવાદરમાં લોકડાઉનને કારણે મજૂર પરિવાર વિખૂટો પડ્યો - અમરેલીના તાજા સમાચાર
અમરેલી: લોકડાઉનના કારણે દેશમાં ઘણા પરિવારો વિખૂટા પડ્યા છે. એવો જ એક કિસ્સો જિલ્લાના સાજીયાવદર ગામમાંથી સામે આવ્યો છે સાજીયાવદર ગામમાં ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો ઇન્દોરનો એક પરિવાર પોતાના પુત્રની સારવાર અર્થે ઈન્દોર ગયો હતો અને ત્યારબાદ લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. જેથી આ પરિવારની 3 દિકરીઓ સાજીયાવદરમાં ફસાઈ છે. આવા સમયે ખેત માલિક હસમુખભાઈ દ્વારા ત્રણેય દિકરીઓને પોતાની દિકરીની જેમ સાચવવામાં આવી રહીં છે.