કચ્છના વેપારીએ પોતાની એક મહિનાની આવકનો 10℅ હિસ્સો રામમંદિર અંતર્ગત અર્પણ કર્યો - કચ્છ સમાચાર
કચ્છઃ સમગ્ર દેશમાં રામ મંદિર કે જેને રાષ્ટ્રનિર્માણ મંદિર તરીકે પ્રસ્થાપિત કરાય છે જે ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. દેશના લોકોમાં ઉત્સાહ દેખાય છે ત્યારે કચ્છના લોકો પણ પાછળ કઈ રીતે રહી શકે. રામ મંદિરના નિર્માણ માટે ભુજના રઘુવંશી લોહાણા વેપારીની એક અનોખી પહેલ કે જેમણે રામ મંદિર માટે એક મહિનાની આવકમાંથી 10 ટકા રકમ રામ મંદિર નિર્માણમાં અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ અંતર્ગત તારીખ રવિવારના રોજ જયેશભાઈ ચંદારાણાએ 21,111 રૂપિયાનો ચેક રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રને આપ્યો હતો.