વલસાડના કુંડી ગામ બે માસથી દીપડાનો આતંક, લોકોમાં ભયનો માહોલ - The Kundi village of Valsad has been terrorizing Dipada for two months ..
વલસાડ: જિલ્લાના ડુંગરી નજીકના કુંડી ગામે છેલ્લા 2 મહિના સતત ગામના ખેતર તેમજ માનવ વસાહત વિસ્તારોમાં દીપડો અન્ય પશુઓનો શિકાર કરતા ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમજ ગ્રામજનો અંધારું થતા ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. જો કે, ગઈકાલે સ્થાનિક વિસ્તારમાં મુકવામાં આવેલા CCTVમાં તે કેદ થઈ જતા સમગ્ર બાબતે વલસાડ જિલ્લા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં પીંજરું મૂકવામાં આવ્યું છે.