રાજસ્થાનથી અપહરણ કરાયેલા વેપારીને સફળતાપૂર્વક છોડાવાયો, 7 આરોપીઓની અટકાયત - રાજસ્થાન પોલીસ
હિંમતનગરઃ રાજસ્થાનના આબુરોડ ખાતેથી તુલસી હોટલના માલિકનું અપહરણ થયું હતું. જો કે, રાજસ્થાન અને સાબરકાંઠા જિલ્લા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને વેપારીને મુક્ત કરાયો હતો. આ સમગ્ર ઘટનાને વાકેફ થતાં બંને રાજ્યોની પોલીસે ગણતરીના કલાકોમાં જ હોટલ માલિકને મુક્ત કરાતા પરિજનોએ હાંશકારો અનુભવ્યો હતો. પોશીના તાલુકાના ચંદ્રાણાના જંગલ વિસ્તારની હોટલ માલિકને 7 આરોપીઓએ બંધક બનાવ્યો હતો. જેમાં રુપિયાની લેતી-દેતી મામલે રાજસ્થાનના હોટલ માલિકનું અપહરણ કરવામાં આવ્યું હતું.