પંચમહાલમાં વિલુપ્ત થતી પ્રજાતિનું કીડીખાઉ પ્રાણી ઘાયલ અવસ્થામાં મળી આવ્યું - પંચમહાલમાં વિલુપ્ત થતી પ્રજાતિનું કીડીખાઉ
પંચમહાલઃ ગોધરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર પાલીખંડા ગામ પાસે વિલુપ્ત થતી પ્રજાતિનું કીડીખાઉ નામનું પ્રાણી ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. રોડ પરથી પસાર થતા રાહદારીઓની ની નજર પડતા તાત્કાલીક શહેરા વનવિભાગને ટેલિફોનિક જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ દ્વારા તેને લઈને પશુ દવાખાનામાં પ્રાથમિક સારવાર અર્થે મોકલવામાં આવ્યું હતું. શહેરા પશુ દવાખાનાએ પહોંચાડીને કીડીખાઉની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. શહેરા પંથકમાં આ રીતેનું કીડીખાઉ પ્રાણી પ્રથમ વખત દેખાતા આ પણ એક આશ્ચર્ય સર્જાયું છે.તો પશુ દવાખાને પણ આ દુર્લભ ગણાતા કીડીખાઉને જોવા લોકો ઉમટયા હતા. શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.કે.સોલંકી અન્ય સ્ટાફ પશુ દવાખાને પહોંચી તેનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, કીડીખાઉ પ્રાણી સિડ્યુલ એકમાં આવતું પ્રાણી છે, જે લુપ્ત પ્રજાતિમાં આવે છે. હાલ તો માથાના ભાગે તેને ઈજા થતા થતા વધુ સારવાર માટે આણંદ મોકલવામાં આવ્યું છે. કોઈ અજાણ્યા વાહનની ટકકરે આ પ્રાણી ઇજાગ્રસ્ત થયું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.