ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બની તોફાની - ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા
ખેડા: જિલ્લા પંચાયતની સામાન્ય સભા વિવિધ મુદ્દાને લઇને તોફાની બનતા હોબાળો સર્જાયો હતો. સભામાં વિવિધ કામોને મંજૂરી આપવા સાથે જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ આપવાનુ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય રાજેશભાઈ ઝાલા દ્વારા અનેક મુદ્દાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાન્ય સભામાં 5 ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.