છોટાઉદેપુરમાં ખેલમહાકુંભની કરાટે સ્પર્ધા યોજાઈ - ખેલમહાકુંભ
છોટાઉદેપુરઃ જિલ્લાની યુનાઈટેડ પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ અંતર્ગત કરાટે સ્પર્ધા યોજાઈ. જેમાં છોટાઉદેપુરના કવાંટ, નસવાડી, બોડેલી, સંખેડા, પાવીજેતપુર તેમજ છોટાઉદેપુર મળી કુલ 290 ખેલાડી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી વિજેતા ખેલાડીઓને રાજ્યકક્ષાએ ભાગ લેશે. આ સ્પર્ધામાં જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી નગીનભાઈ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી ચૌહાણ લક્ષમણભાઈ તેમજ રેફરી તરીકે બહારથી આવેલ વિક્સ સોડી અને આનંદ દેસાઈની નજર હેઠળ યોજાયો હતો.