પોરબંદરમાં કોંગ્રેસનું જનવેદના આંદોલન - porbanadar congress
પોરબંદરઃ પ્રજાની સમસ્યાઓ ખેડુતોને પાક વિમો, માછીમારોને વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર, ભૂગર્ભ ગટરના પાણી, નગરપાલિકામાં થયેલો ભ્રષ્ટાચાર અને લોકોની સુખાકારી આપવામાં નગરપાલિકાની ઉદાસીનતાને લીધે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ટ્રાફિકના કાળા કાયદાની વિરુદ્ધ સુદામા ચોક ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ખાદી ભંડાર ચાર રસ્તામાં સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ કાર્યકરોએ ચકકાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ મામલે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.