મોરબીમાં પાક નુકશાની સર્વેની કામગીરીનો મુદો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગુંજ્યો - મોરબી ખેતીવાડી અધિકારી
મોરબી: જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક પાક નુકશાની થવા પામી છે અને સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાક નુકશાની સર્વેનો મુદ્દો ગુંજ્યો હતો. આ સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ડીડીઓ પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડેપ્યુટી ડીડીઓ ઉપરાંત વિવિધ શાખાના અધિકારીઓ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પંચાયતના સદસ્ય હરદેવસિંહ જાડેજાએ ખેતીવાડી અધિકારી તેમજ તલાટી સ્થળ પર જતા નથી અને ગ્રામ સેવક સર્વે કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. તેમજ જિલ્લા પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ દયનીય સ્થિતિમાં છે. જે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.