ગુજરાત

gujarat

ETV Bharat / videos

સાપુતારા ખાતે 11 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020 યોજાશે - Meeting under the guidance of NK Damore, Dang Collector of the International Kite Festival-2020

By

Published : Jan 4, 2020, 3:14 PM IST

ડાંગ : રાજ્યના એકમાત્ર ગિરીમથક સાપુતારા ( ગવર્નર હિલ) ખાતે તા.11 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ લી.ગાંધીનગર આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020 રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં તા.7 મી જાન્યુઆરી-2020 થી 14 જાન્યુઆરી-2020 દરમિયાન યોજાશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020ની ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ હતી. આ મહોત્સવમાં દેશ-વિદેશ તેમજ ભારતના વિવિધ રાજ્યોના કાઈટીસ્ટો દ્વારા અવનવા પતંગો રજુ કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રવાસીઓ માટે સાપુતારા નવલુ નજરાણું બની રહે છે. પ્રવાસીઓ માટે આ પતંગ મહોત્સવ એક સંભારણું બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details