‘વાયુ’ વાવાઝોડુંઃ અરવલ્લીમાં ઉડ્યા છાપરા, વૃક્ષો ધરાશાઈ - Sarfaraz shikh
અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેમાં બુધવારે સાંજના વાવાઝોડું આવતા 25થી 30 મકાનની છાપરા ઉડી ગયા હતા. સાથે જ 50થી વૃક્ષો ધરાશાઈ થયા હતા. જેને કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ ઉપરાંત વિજળી પણ ગુલ થઈ હતી. મોટાભાગના વીજપોલ ભારે પવનને પગલે જમીનદોસ્ત થયા હતા. તંત્ર દ્વારા કોઈ પ્રકારની રાહત ન પહોંચાડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા આર. એન્ડ બી. વિભાગ, સર્વેયર ટીમ, તલાટી સર્વેયર ટીમ, તલાટી સર્વેયર ટીમ તથા TDOએ તાબડતોડ દોડી આવીને થયેલી તારાજી અંગે નિરીક્ષણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.