ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંચમહાલમાં મુસ્લિમોના પવિત્ર પર્વ મહોરમની ઉજવણી કરાઈ - મહોરમ

By

Published : Sep 11, 2019, 3:42 AM IST

પંચમહાલ: જિલ્લામાં મહોરમ પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામા આવી હતી. કલાત્મક તાજીયાઓ વચ્ચે યા હુસેનના નારા સાથે મૂસ્લિમ બિરાદરો દ્વારા ઝૂલુસ કાઢવામાં આવ્યુ હતું. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે તળાવોમાં તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા. ગોધરા, શહેરા, હાલોલ, કાલોલ સહિત જગ્યાઓ ઉપર મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયાનુ સ્થાપન કરવામાં આવ્યું હતુ. આજે મહોરમના દિવસે તાજીયાનુ ભવ્ય ઝુલુસ નીકળ્યું હતુ. મુસ્લિમ બિરાદરો અબાલ વૃદ્ધ નાના બાળકો સહિત મોટી સખ્યાંમાં એકત્રિત થયા હતા. વિવિધ કલાત્મક તાજીયા વિવિધ નગરોમાં મુખ્ય માર્ગો પર પસાર થતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. હાલોલ નગરમા આવેલા કાદરી મહોલ્લા દ્વારા રોજદાર માટે ઇફતારી અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહેરા નગરમાં યુવાનો દ્વારા અવનવા કરતબ બતાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાને લઇને જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં તાજીયાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details