ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોના વાયરસના કારણએ ડાકોરમાં યોજાનાર ફાગણોત્સવ કરાયો રદ - કોરોના વાયરસ

By

Published : Mar 7, 2020, 5:19 AM IST

ખેડાઃ યાત્રાધામ ડાકોર ખાતે હોળી પૂનમના મેળા દરમિયાન 7 અને 8 માર્ચના રોજ રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ફાગણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફાગણોત્સવ રદ કરવામાં આવ્યો છે. શુક્રવારે ડાકોરના ભગવાન રણછોડરાયજી હાથી પર સવારી કરીને અબિલ ગુલાલની છોળો ઉડાડતા નગર ચર્યાએ નીકળ્યા હતા, ત્યારે રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પદયાત્રીઓ તેમજ યાત્રાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ફાગણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે દયાત્રી, શહેરીજનોને યાત્રાળુઓના આરોગ્યને હાનિ ન પહોંચે તેને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details