ઉત્તરાયણના પર્વ નજીક આવતાં આરોગ્ય વિભાગ થયું સતર્ક - વડોદરા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
વડોદરા: ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિવિધ વિસ્તારોમાં તલ, ચીકી, સીગદાણા તથા તેલ અને ગોળના વેચાણ કરતા એકમો પર તપાસ હાથ ધરી હતી.. આરોગ્ય શાખાની ટીમે વાઘોડિયા રોડ નિઝામપુરા સયાજીગંજ માજલપુર જેવા વિવિધ વિસ્તારોમાં તપાસ કરીને ૨૦ જેટલા તલ, ચીકી, સીગદાણા તથા તેલ અને ગોળના નમૂના લઈ તેને ચકાસણી માટે લેબોરેટરી ખાતે મોકલ્યા હતા.