ખંભાળિયામાં વરસી રહેલા અવીરત વરસાદના પગલે ઘી ડેમ ઓવરફલો થવાની આરે... - devbhumi dhwarka
દેવભૂમિ દ્વારકામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થવાના આરે છે. તેથી ખંભાળિયા, રામનગર, સલાયા, સોડસલા, હર્ષદપુર, કોઠાવીસોત્રી, કબર વિસોત્રી સહિતના ગામોના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે. ત્યારે દ્વારકાના કોલવા અને કંડોરણા વચ્ચેના પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. ત્યારે પુલ પરથી એક વૃદ્ધ તણાયાની ઘટના સામે આવી હતી તો બીજી તરફ દૂધ આપવા જઈ રહેલા વ્યક્તિનું બાઈક પણ તણાયું હતું.