ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી - Surendranagar District Panchayat

By

Published : Nov 9, 2019, 12:55 AM IST

સુરેન્દ્રનગર: જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસ સત્તા સ્થાને છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, ઉપપ્રમુખ કાંતીભાઈ ટમાલીયા, ચેતનભાઇ ખાચર, અને જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ સચિવ શૈલેષ શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના સદસ્યો, આગેવાનો અને વિરોધ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સ્ટેમ્પ ડ્યુટી અને ખનીજ સંપદાની ગ્રાન્ટ વપરાશ મુદ્દે વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા હતા, આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં આઉટસોર્સિંગ એજન્સીઓ મારફત કરાતી ભરતીઓમાં મુદત પુર્ણ થયા બાદ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી તેવો પ્રશ્ર પણ વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ મહિલા અને બાળ વિકાસ ઉપરાંત યુવા પ્રવૃત્તિ સમિતિઓની મુદત પૂર્ણ થતાં સમિતિઓની પુનઃ રચના પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details