ગોંડલ અક્ષરમંદીરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા - ગોંડલ સમાચાર
રાજકોટ : ગોંડલ અક્ષર મંદિરના સાધુ દિવ્યપુરુષ દાસની યાદીમાં જણાવ્યું છે કે, દિન પ્રતિદિન કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી શુક્રવારથી અક્ષર ડેરી તથા શ્રી અક્ષર મંદિર ગોંડલ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. તેમજ અસ્થિવિસર્જન માટેની વિધિ પણ મંદિર દર્શન બંધ રહે ત્યાં સુધી બંધ રહેશે. અક્ષર મંદિર ગોંડલ ઠાકોરજીના દર્શન લાઈવ રોજ વેબસાઇટ http://eg.BR/bapsgondallive પર દર્શન કરી શકો છો, લાઈવ દર્શન જોવાનો પણ સમય સવારે 7.30 થી 8.00 અને સાંજે 7.30 થી 8.00 થશે. જેની સમગ્ર ભક્તોએ નોંધ લેવી તેમજ ગોંડલના કોઈપણ હરિભક્તોએ અક્ષર દ્વારના દર્શન ઓનલાઇન કરવાના રહશે.