ગુજરાત

gujarat

ETV Bharat / videos

તિથલની વાડીમાં દીપડો દેખાતા લોકોમાં ભય, વનવિભાગે પીંજરું ગોઠવ્યું - વલસાડ ફોરેસ્ટ વિભાગ

By

Published : Aug 27, 2020, 10:27 AM IST

વલસાડ : તિથલ ગામ ખાતે આવેલ બાઇટિંગ પોઇન્ટ હોટલની પાછળની વાડીમાં છેલ્લા 15 દિવસથી દીપડાના પંજા દેખાયા હતા. જે બાદ તિથલ ગામમાં દીપડો ગામ લોકોને નજરે ચડતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાડીમાં કામકાજ કરવા માટે આવતા મજૂર વર્ગ તેમજ વાડી મલિક પણ દીપડાના પંજા દેખાયા બાદ કામ અર્થે વાડીમાં આવતા ભયભીત બન્યા હતા. સમગ્ર બાબતે તિથલ ગામના સરપંચને જાણકારી આપવામાં આવ્યા બાદ તેમણે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. જે બાદ વલસાડ ફોરેસ્ટ વિભાગ તરફથી જે વાડીમાં દીપડાના પંજા દેખાતા હતા. તે વાડીમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details