કેશોદમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયુ - કેશોદમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ
જુનાગઢઃ જિલ્લાના કેશોદમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહીતની આરોગ્ય ટીમે પોઝિટિવ દર્દીના ઘરની મુલાકાત લીધી હતી. કોરોના દર્દીના ઘરની આજુબાજુમાં નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતુ. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે.