મોડાસામાં રાજ્ય કક્ષાનું પ્રથમ બ્રહ્મ સમાજ સ્નેહમિલન યોજાયું - રાજ્ય કક્ષાનું પ્રથમ બ્રહ્મ સમાજ સ્નેહમિલન
અરવલ્લી : જિલ્લા બ્રહ્મ સમાજના ઉપક્રમે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજનું રાજ્યકક્ષાનું પ્રથમ સ્નેહમિલન મોડાસા ખાતે યોજાયુ હતું. જેમાં મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે આયોજિત બ્રહ્મ સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાંથી આશરે બે હજારથી વધુ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વસવાટ કરતાં તમામ ભૂદેવો માટે બ્રહ્મ હેલ્થ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં 500થી વધારે પરિવારે તેનો લાભ લીધો હતો.