જામનગર: એપાર્ટમેન્ટના પાંચમા માળે ગેસનો બાટલો ફાટતા નાસભાગ સર્જાઈ - The fire broke out on the fifth floor of the apartment in Jamnagar
જામનગર: એપાર્ટમેન્ટના પાંચમાં માળે ગેસનો બાટલો ધડાકાભેર ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલી આવાસ કોલોનીના એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નહતી.