અંકલેશ્વરની એરોગ્રીન ટેક કંપનીમાં ભીષણ આગ, 10 ફાયરની ટીમ ઘટના સ્થળે - એરોગ્રીન ટેક કંપની
ભરૂચ: અંકલેશ્વરની એરોગ્રીન ટેક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીના ગોડાઉનમાં રાખેલા સોલ્વન્ટના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પર કાબુ મેળવવા માટે 10થી વધુ ફાયરની ટીમને ઘટના સ્થળે રવાના કરી દેવામાં આવી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો.