મહીસાગર જિલ્લામાં ભારત બંધને અસમર્થન - gujarat
મહીસાગરઃ ખેડૂત વિરોધી કાયદો રદ કરવામાટે ગત ઘણા દિવસો દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેને સમર્થન આપવા આજે એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લામાં ભારત બંધને સમર્થન મળ્યું નથી. જિલ્લામાં રાબેતા મુજબ ધંધા રોજગાર ચાલુ છે અને દુકાનો ખુલ્લી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની સરહદ પર 13 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું.