1 કિલોએ 2 રૂપિયા ભાવ મળતા ખેડૂતે ટામેટાનો પાક રસ્તા પર ફેંક્યો - Kheda news
ખેડાઃ ઠાસરાના ખેડૂતે ભાવ ન મળતા ટામેટાનો પાક રોડ પર ફેંક્યો હતો. પાક પાછળ કરવામાં આવેલો ખર્ચ પણના નીકળી શકે, તેવા ભાવના કારણે નાસીપાસ થયેલા ખેડૂતે ટ્રેકટર દ્વારા ડાકોરથી કપડવંજ રોડ પર ટામેટાનો તમામ પાક ફેંકી દીધો હતો. હાલ ટામેટાના 1 કિલોએ માત્ર 2 રૂપિયા ભાવ મળતા ખેડૂતો નાસીપાસ થયા છે. પાક પાછળ 1 કિલોએ ખેડૂતનો સરેરાશ 8 થી 9 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જેની સરખામણીએ સાવ નગણ્ય ભાવ મળતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે. ઠાસરા તાલુકામાં અંદાજે 800 વિધામાં ટામેટાનો પાક ઉગાડવામાં આવ્યો છે. જેના ભાવ ન મળવાથી ખેડૂતો હેરાન પરેશાન થયા છે અને ટામેટાનો પાક રોડ પર ફેકવાનો વારો આવ્યો છે.