ધોરાજીમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતનો અનોખો રોષ
રાજકોટ: ગુજરાતમાં કમોસમી વરસાદ, વાવાઝોડા અને માવઠાને કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોની તકલીફમાં વધારો થયો છે, ત્યારે તમામ પાકો નિષ્ફળ ગયા હતા જેથી ખેડૂતોની પરીસ્થિતિ દયનીય થવાં પામી છે. જેથી ધોરાજીના જગતનો તાત પણ મુશ્કેલીમાં મુકાયો છે. જેના કારણે ખેડૂતે કપાસનો ઊભો પાક નિષ્ફળ જતાં 15 વીઘાના ખેતરમાં ઉકણી હાકી કાઢી અને પોતાના ખેતરમાં ખેડૂતે આળોટીને સરકાર સામે અનોખી રીતે પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને સરકાર પાસે તાત્કાલિક અસરથી રાહત પેકેજ મળે તેવી અપેક્ષા અને માગણી કરી હતી.