ભિલોડામાં મહાશ્રમદાન અને ફિટ ઇન્ડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો - અરવલ્લી ન્યુઝ
ભિલોડા: ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાનો ફિટ ઇન્ડિયા કાર્યક્રમ ભિલોડા ખાતે યોજાયો હતો. જેના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેકટર, ડી.ડી.ઓ અને ડી.એસ.પી સહિત અધિકારીઓની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. રેલીનું હાથમતી નદી પુલ પાસેથી પ્રસ્થાન જિલ્લા કલેકટરે કરાવ્યું હતું, ત્યારબાદ રેલી ભિલોડાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી લોકોને જાગૃતિ આપી અને પ્લાસ્ટિક મુક્ત દેશ બનવાનો સંદેશો પાઠવ્યો હતો.