દક્ષિણ ગુજરાત વાવાઝોડાથી બચ્યું, નવસારીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી - વાવાઝોડાની આગાહી
નવસારી: અરબી સમુદ્રમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાનો ખતરો દક્ષિણ ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ ભારે પવનો સાથે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. ગુજરાતના નવસારી જિલ્લામાં હાલ વાવાઝોડાની કોઈ અસર જોવા મળી નથી. પરંતુ દરિયો જરૂર આગળ વધી રહ્યો છે. જ્યારે વાવાઝોડાની આગાહીને કારણે કાંઠા વિસ્તારના 7 ગામોને ખાલી કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ પ્રભાવિત ગામોમાં NDRFની ટીમો ગોઠવી દેવામાં આવી છે.