પાટણઃ હારીજ પાસે નદીના વહેણમાં ડમ્પર તણાયું - Asaldi village
પાટણઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેથી નદી તળાવોમાં નવા નીર આવ્યાં છે, ત્યારે હારીજ થરા રોડ ઉપર આવેલા અસાલડી ગામ નજીક નદીના ડીપમાં ધસમસતા પાણીના વહેણમાં એક ડમ્પર ચાલક રસ્તો પાર કરવા જતા તેનો જીવ જોખમમાં મુકાયો હતો અને પાણીના પ્રવાહમાં ડમ્પર તણાયુ હતું. જો કે, સ્થાનિક લોકોએ સૂજબૂજથી ડમ્પર ચાલક તેમજ તેમાં સવાર અન્ય એક વ્યક્તિને બચાવી લીધા હતા. નોંધનીય છે કે, બનાસ નદીમાં છોડવામાં આવેલા પાણીને કારણે અસાલડી ગામે આ ઘટના બની હતી.