ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની સમસ્યાથી તંત્ર દોડતું થયુ - Vadodara caused the system to run

By

Published : Oct 20, 2019, 7:25 PM IST

વડોદરાઃ શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની સમસ્યાને લઈને રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ દ્વારા સરકારને જાણ કરાતા વડોદરા મહાનગર પાલિકા તંત્ર દોડતું થયું હતું. જેમાં મહીસાગર નદીમાંથી લેવાતા રાયકા ધોળકા ફ્રેન્ચવેલના પાણી એ ક્ષમતા વધારવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી હતી. શહેરના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. પૂર્વ વિસ્તારમાં હજી પણ પાણી પુરતા પ્રેશરથી આવતું નથી. રાયકા ધોળકાના પંપમાં વધુ એક પંપ બેસાડી પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરની જરૂરિયાત પ્રમાણે 500 એમ.એલ.ડી પાણી વિવિધ જળ સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે. જેમાં આજે ધોળકા ફ્રેન્ચવેલ પંપ ખાતે પાણીની ક્ષમતા વધારવા માટે વધુ એક પંપ ફીટ કરવામાં આવ્યો હતો.જ્યારે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત મેયર જીગીશાબેન શેઠે સ્થળની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details