રાજકોટમાં દારૂ પીધેલા બે ઇસમોની લોકોએ જાહેરમાં કરી ધોલાઈ, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ - વીડિયો હાલ સોશિયલ મીડિયામાં
રાજકોટઃ શહેરની ભાગોળે આવેલા સરધાર ગામમાં દારૂ પીધેલ બે ઇસમોની જાહેરમાં જ સ્થાનિકોએ ધોલાઈ કરી છે. સ્થાનિકો આ ઇસમોથી એટલા ત્રાસી ગયા હતા કે, જે હાથમાં આવ્યું તે લઈને દારૂડિયા ઈસમો પર તૂટી પડ્યા હતા. આ ઈસમોએ રસ્તા પર ધમાલ મચાવી હતી. તેમજ ત્યાં આવેલ દુકાનમાં રૂ. 10 જેવી સામાન્ય બાબતે દુકાનદાર સાથે ઝઘડો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી હતી. દારૂના નશામાં ધૂત ઈસમો દ્વારા ધમાલ માચાવવામાં આવતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને જાહેરમાં જ આ ઇસમોને મેથીપાક ચખાડ્યો હતા. અને પોલીસ હવાલે કર્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે.