નર્મદા નીરના વધામણા પહેલા વસ્ત્રાપુર તળાવની ગંદકી સાફ કરાઈ - નર્મદાના નવા નીર
અમદાવાદઃ વસ્ત્રાપુર તળાવ ખાતે નર્મદાના નવા નીરનું આગમન થતા જ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા નર્મદાના નીરના વધામણા તેમજ આરતીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એક તરફ નર્મદાનું ચોખ્ખું પાણી વસ્ત્રાપુર તળાવ ખાતે ઠાલવવામાં આવી રહ્યું હતું ત્યારે, હમેશા ઘોર નિંદ્રામાં ઊંઘતા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આગમનની છેલ્લી ઘડી સુધી તળાવમાંથી કચરો કાઢવાનું કામ ચાલતું હતુ. તળાવના બીજા કિનારા પાસે જ્યાંથી કાયમી પાણી ઠલવાતું હતું, તે ગંદકીનો થર જામેલો હતો, ત્યાં બીજી તરફ બોટ અને સફાઈ કર્મચારી દ્વારા કચરો કાઢવામાં આવી રહ્યો હતો.