અંકલેશ્વરના જર્જરિત ઓવરબ્રિજને ભારે વાહનો માટે કરાયો બંધ - bharuch news
ભરુચઃ અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા મહત્વના માર્ગ પર દઢાલ ગામ નજીક આવેલ અમરાવતી ખાડી પરનો ઓવરબ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. બ્રિજના સમારકામનાં સ્થાને તેના પરથી ભારે વાહનોના પસાર થવા પર તંત્રએ પ્રતિબંધ ફરમાવી સંતોષ માન્યો છે. આ આદેશના અમલ માટે બ્રીજ પર એન્ગલ લગાવી દેવામાં આવી છે. તો સાથે જ બેનર પણ લગાવવામાં આવ્યા છે. માત્ર 6 વર્ષના ટુંકાગાળામાં જ બ્રીજ અત્યંત જોખમી બન્યો છે. બ્રિજનો માર્ગ પણ જર્જરિત હોવાના કારણે અહીં વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે, બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવે છે તે જોવુંનું રહ્યું તેમ છે.