કચ્છનું રણ અદભૂત-અવિસ્મરણીય છેઃ ઉપરાષ્ટ્રપતિ નાયડુ - kutch news
કચ્છઃ દેશના ઉપરાષ્ટ્રપતિ આજે કચ્છની મુલાકાત લીધી હતી. કચ્છના સફેદ રણની મુલાકાત લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે, કચ્છનું રણ અદભુત અને અવિસ્મરણીય છે. ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ થયો, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે વિકાસ ખરેખર સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સફેદ રણ આ તમામ બાબતોની સાબિતી છે. ગુજરાતમાં પ્રવાસન ખૂબ આગળ વધી રહ્યું છે અને તેથી જ દુનિયામાં પ્રવાસીઓએ આ તમામ સ્થળોની મુલાકાત લેવી જોઈએ.