અરવલ્લીમાં આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી - અરવલ્લી આરોગ્ય વિભાગ
અરવલ્લી: મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને કૃમિનાશક દવા પિવડાવવામાં આવી હતી. પેટમાં કૃમિ થવાથી બાળકોને પેટની તકલીફ થતી હોય છે. જેથી તેને નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ 3 લાખ 55 હજાર જેટલા બાળકોને દવા આપી રોગમુક્ત કરવાનો જિલ્લા આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા અરોગ્ય અધિકારી ડૉ.અમરનાથ, કૌશલભાઈ પટેલ અને તાલુકા આરોગ્ય અધિકારી જિજ્ઞા જયસ્વાલ હાજર રહ્યાં હતા.