કચ્છમાં ઘોડિયા ઈયળના ત્રાસથી પાક નષ્ટ, ખેડુતોની હાલત કફોડી - crop destroyed
કચ્છઃ ચોમાસા દરમિયાન વરસાદ સારો પડતા ખેડૂતોને સારા પાકની આશા જાગી હતી. પરંતુ, નવરાત્રી અને ત્યારબાદ અત્યાર સુધી ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે પાકમાં ઈયળો પડી રહી છે. પાકિસ્તાની તીડના આક્રમણ પછી ઈયળોનો આતંક વધતા ખેડુતોના પાક નષ્ટ થઈ રહ્યો છે. હાલ આ ધોડિયા ઈયળથી મોટાભાગનો પાક નષ્ટ થયો છે. જેને લઇને ખેડૂતો દ્વારા દવા છંટકાવ કરી આ ઈયળોથી છુટકારો મેળવવાની કોશિશ કરાઇ રહી છે. કમોસમી વરસાદ, 'મહા' વાવાઝોડાની અસર અને હવે આ ઘોડિયા ઈયળથી ખેડુતો ભાંગી પડયા છે.