લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું - Limbdi Assembly by-election
સુરેન્દ્રનગરઃ વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ગુરુવારના રોજ 61-લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા લીંબડીમાં એક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળતા, યુવાનને રોજગારી નથી મળતી, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખરાબ છે જેવા મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યો હતો. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.