દીવમાં દીપડાની દહેશત, લોકોમાં ભયનો માહોલ - Junagadh news
જૂનાગઢ: સંઘ પ્રદેશ દિવમાં દીપડાની દહેશતને પગલે લોકો ભયભીત બન્યા છે. ઘોઘલા વિસ્તારમાં દીપડાએ દેખા દેતા વન વિભાગે દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે. તેમજ ઘોઘલા વિસ્તારના લોકોને સાવચેત રહેવા વનવિભાગે સૂચનાઓ આપી છે. છેલ્લા 2 દિવસથી સંઘ પ્રદેશ દિવના ઘોઘલા વિસ્તારમાં દીપડાની હાજરીને લઈને આ વિસ્તારના લોકો ભાઈ ભયભીત બન્યા છે. દિવમાં પ્રવાસ અર્થે આવતા પ્રવાસીઓમાં પણ ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે.