રક્તની ઘટને પહોંચી વળવા અહીં 24 વર્ષથી કંપનીના કર્મચારીઓ કરે છે રક્તદાન - રક્તદાન
વાપી: ઔદ્યોગિક વસાહતમાં આવેલી જાણીતી કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ 1998થી અવિરત પણે રક્તદાન શિબિરનું આયોજન કરે છે. જેમાં 600 યુનિટથી વધારે લોહી એકત્ર કરવામાં આવે છે. કંપની દ્વારા સોમવારે 24મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 614 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. જેને વાપીની વિવિધ બ્લડ બેન્કને આપવામાં આવ્યું હતું.