મોરબીમાં CAA કાયદાના વિરોધમાં કલેકટર કચેરીએ ધરણા કરી આવેદન પાઠવ્યું - મોરબી તાદા સમાચાર
મોરબીઃ CAAના કાયદાના વિરોધમાં કલેક્ટર કચેરીએ ધરણા કરી આવેદનકેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદો લાગુ કર્યા બાદ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં મોરબીમાં મુસ્લિમ-દલિત એકતા સમિતિ દ્વારા કલેકટર કચેરીએ ધરણા કરી આવેદન પાઠવ્યું હતું,મુસ્લિમ-દલિત એકતા સમિતિ મોરબી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ ધરણા કરી CAAનો વિરોધ નોંધાવ્યો હતો. તે ઉપરાંત જિલ્લા કલેકટર મારફત રાજ્યના રાજ્યપાલને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, CAA કાયદો આપણા ભારતના સંવિધાનના મૂલ્યોનું ઉલ્લંઘન કરનાર છે. જેથી CAAને દુર કરવા અને NRC જે ભવિષ્યમાં સરકાર લાગુ કરવા ઈચ્છે છે. તે લાગુ ના થાય તે અંગે ઉપરાંત EVMથી મતદાન પદ્ધતિ રદ કરી જૂની પદ્ધતિ મુજબ મતદાન થાય તેવી માંગ કરી હતી.