ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગી દૂર કરાશેઃ ભરત પંડ્યા - savli mla resign
અમદાવાદઃ સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામુ આપતા રાજકીય ભૂંકપ સર્જાયો છે. ગુજરાત રાજ્યની સરકારના સુકાની સહિત પ્રદેશ ભાજપ ભીંસમાં મુકાઈ ગયા છે. આ મુદ્દે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ધારાસભ્ય કેતન ઈનામદારની નારાજગી દૂર કરાશે. વિકાસના કાર્યો નહીં થતાં હોય તો જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલાં લેવાશે. કેતનભાઈને રૂબરૂમાં બોલાવીને તેમની સાથે વાતચીત કરાશે. તેમના વિસ્તારમાં વિકાસના કયા કામ નથી થયા તેની જાણકારી મેળવાશે.