ઉપલેટાના ગઢાળા ગામના કોઝવે પર કાર ફસાતા ગ્રામજનોએ રેસ્ક્યૂ કરી કારને બહાર કાઢી - Moj Dam
રાજકોટઃ ઉપલેટા તાલુકાના મોજ ડેમના ઉપરવાસમાં ધોધમાર વરસાદને લઈ મોજ ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવાથી મોજ નદી 2 કાંઠે વહેતી જોવા મળી હતી. મોજ નદીમાં પાણી આવવાને કારણે ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે ફરી પાછો પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પરથી 2 ફૂટ પાણી વહી રહ્યું હતું. જેથી કોઝવે પર ગાબડું પડતા એક કાર પાણીમાં ફસાઈ હતી. કાર ફસાતા ગઢાળા ગામના લોકો દ્વારા ભારે જહેમત બાદ ટ્રેકટરની મદદથી રેસ્ક્યૂ કરીને કારને બહાર કાઢવામાં આવી હતી.