રાજકોટ: ગોંડલી નદીમાં આખલો ફસાયો, દોઢ કલાક બાદ ક્રેઈન દ્વારા રેસ્ક્યૂ કરાયો - jivdayapremi
રાજકોટઃ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ગોંડલની ગોંડલી નદી ગાંડીતુર બની હતી. ત્યારે ગોંડલ પંચનાથ મંદિર પાસે આવેલી ગોંડલી નદીમાં એક આખલો નદીના પાણીમાં ફસાઈ ગયો હતો. ગોંડલના ગૌરક્ષક યુવાનો ચિરાગ કંસારા, અશ્વિન કંસારા, ભાવિક ચાવડા, રોહિત સોજીત્રા અને અપૂ ભાઈ દ્વારા નદીના પાણીમાં ઉતરીને આખલાને દોઢ કલાકની મહેનત બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ આંખલાને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.