મહીસાગર નદી 2 કાંઠે વહેતા વડોદરા-ખેડાને જોડતો પુલ બંધ કરાયો - ખેડામાં વરસાદ
ખેડા: જિલ્લામાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાંથી 1.5 લાખ ક્યૂસેક પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવ્યું છે. જેથી ગળતેશ્વર ખાતે આવેલી મહીસાગર નદી પરનો વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો પુલ બંધ કરવામાં આવ્યો છે. સતર્કતાના ભાગરૂપે આ પુલ વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પુલ બંધ કરવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.