અહીં વરરાજાની બહેન પોતાની ભાભી સાથે ફરે છે ફેરા... - culture
છોટાઉદેપુર: ભારત દેશ એ સંસ્કૃતિ અને પરંપરાઓનો દેશ છે. અહીં વસતા આદિવાસી લોકોએ આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે. જેમાં જિલ્લામાં આવેલા સુરખેડા, અંબાલા અને સનાડા ગામમાં લગ્નની અનોખી પરંપરા છે. જેમાં કોઈ યુવાનના લગ્ન હોય તો તેની જાનમાં તે પોતે જતો નથી. જ્યારે કોઈ કન્યાના લગ્ન હોય ત્યારે કોઈ વરરાજા આવતો નથી. વરરાજાને બદલે તેની નાની કુંવારી બહેન વરરાજા બને છે અને કન્યાને કંકુ-તિલક, મંગળસુત્ર પહેરાવીને મંગળફેરા ફરે છે. એટલે કે વરની બહેન પોતાની ભાભી સાથે સાત ફેરા ફરે છે.