આખરે 24 કલાક બાદ શેત્રુજી ડિવિઝનમાંથી સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો - ડી.સી.એફ.નિશા રાજ
અમરેલી: શેત્રુંજી ડિવિઝનમાં રાજુલા-જાફરાબાદ બંન્ને રેન્જની બોર્ડર નજીકથી 24 કલાક બાદ આખરે સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના વીડિયોના આધારે ડી.સી.એફ. એ તપાસના આદેશ આપ્યા હતા, ત્યારબાદ વનવિભાગની ટીમ મૃતદેહના લોકેશન સુધી પહોંચી હતી. જેમાં ડી.સી.એફ.નિશા રાજએ સિંહના મોત મામલે પુષ્ટિ આપી હતી. જેમાં ઇનફાઇટના કારણે સિંહનુ મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.