જામનગરના લાખોટા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો - Jamnagar
જામનગરઃ શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાંથી થોડા દિવસો પહેલા એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે શનિવારે પણ લાખોટા તળાવમાંથી યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ફાયર ટીમને ફોન કરી જાણ કરી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે યુવકની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી જી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આ યુવક કોણ છે અને તેને શા માટે આત્મહત્યા કરી તે વિશે હાલ તપાસ ચાલી રહી છે.