નાના ખડબા પાસે તણાયેલી મહિલાનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો
જામનગર: લાલપુરના નાના ખડબા નદીમાં લાપત્તા બનેલી મહિલા કવિબેન બારીયાનો 60 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે. જામનગર ફાયર ટીમ દ્વારા સતત બે દિવસ સુધી મહિલાની શોધખોળ કરવામાં આવી હતી. જ્યારે વૃદ્ધ મહિલાનો મૃતદેહ ભેખડમાં ફસાયેલો હતો. ફાયર ટીમે બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ શનિવારે વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળ્યો હતો અને નાના ખડબા નાંદુરી પાસે નદીના પ્રવાહમાં કાર તણાઈ હતી. જેમાં માતા અને પુત્રનો પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતુ, ત્યારે પુત્રવધૂનો આબાદ બચાવ થયો હતો. આ પરિવાર માણાવદરનો હોવાનું બહાર આવ્યું છે. જેમાં મહિલાના મૃતદેહને પી.એમ કરાવી પરિવારને સોંપવામાં આવ્યો છે.