પ્રાંતિજ પાસેના ગામમાંથી પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવતા ચકચાર - Sabarkantha letest news
સાબરકાંઠાઃ પ્રાંતિજ નજીક આવેલા સુખડ ગામે પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગયો હતો. તેમજ જિલ્લા પોલીસ વડા સહિત ડોગ સ્કવોડ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઝીણટપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જો કે, અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયા બાદ પણ મોત કયા સંજોગોમાં અને કયા કારણસર થયું હતુ તે હજી ચોક્કસ તારણ મેળવી શકાયું નથી, ત્યારે પોલીસ આ મુદ્દે ચોક્કસ કારણ ક્યારે મેળવી શકે છે. એ તો આગામી સમય જ બતાવશે.
Last Updated : Jan 30, 2020, 12:41 PM IST